વેબસાઇટનો પૂરતો સારાંશ
દુર્વ્યવહાર શું છે?
દુર્વ્યવહાર ભાવનાત્મક, શારીરિક, જાતીય અથવા આર્થિક હોઈ શકે છે.
દુર્વ્યવહાર કરનાર સાથી, ભૂતપૂર્વ સાથી, કુટુંબીજન, સામાજિક અગ્રણી અથવા સભ્ય, મિત્ર, નોકરી પરની કોઈ વ્યક્તિ કે અજાણી વ્યક્તિ હોઈ શકે છે.
તે કોઈની પણ સાથે થઈ શકે છે: પુખ્ત વ્યક્તિ અથવા બાળક, સ્ત્રી અથવા પુરુષ.
દુર્વ્યવહાર ઘરે અથવા કમ્યુનિટિ સેન્ટર, શાળા કે નોકરી જેવા સાર્વજનિક સ્થળે થઈ શકે છે.
તે રૂબરૂમાં થઈ શકે છે અથવા ટેકનૉલજિ દ્વારા અને ઑનલાઇન થઈ શકે છે.
દુર્વ્યવહારમાં નીચેનાનો સમાવેશ થઈ શકે છે:
સાર્વજનિક સ્થળે અથવા ઑનલાઇન દુર્વ્યવહાર
- અનિચ્છનીય જાતીય રીતે ધ્યાન ખેંચવું
- અયોગ્ય ટિપ્પણીઓ (જાતીય પ્રકૃતિની હોય તે સહિત), ચેનચાળા અથવા સ્પર્શ
- કોઈ વ્યક્તિની સામે એવી રીતે જોવું જેનાથી તેઓને અસ્વસ્થતા લાગે
- અપ-સ્કર્ટિંગ (કોઈ વ્યક્તિને જાણ ન હોય તે રીતે તેના સ્કર્ટની તસ્વીરો લેવી કે ફિલ્મ ઉતારવી)
- ફ્લૅશિંગ (જાહેરમાં થોડી ક્ષણો માટે પોતાનાં જનનાંગો બતાવવા)
- ગ્રોપિંગ (શરીર પર કોઈ પણ જગ્યાએ અનિચ્છનીય રીતે જાતીય સ્પર્શ કરવો, તે જાતીય હુમલો હોઈ શકે છે)
- નોકરીના સ્થળે જાતીય પ્રવૃત્તિ માટે પૂછવું
- મફત અથવા રાહતદરે રહેઠાણ આપવાના બદલામાં જાતીય પ્રવૃત્તિઓ માટે પૂછવું
- સાઇબરફ્લૅશિંગ (કોઈ વ્યક્તિએ કહ્યું ન હોય તો પણ તેને નગ્ન તસ્વીર મોકલવી)
- સ્ટૉકિંગ: રૂબરૂમાં અથવા સાઇબર સ્ટૉકિંગ (કોઈ વ્યક્તિને ઑનલાઇન પજવવા અથવા તેની પાછળ પડી જવા માટે ઇન્ટરનેટ અને અન્ય ટેકનૉલજિનો ઉપયોગ કરવો)
- કોઈ વ્યક્તિની સંમતિ વિના તેની અંગત પળોની ખાનગી તસ્વીરો ફરતી કરવી
જાતીય દુર્વ્યવહાર
- બળાત્કાર અને ભેદક હુમલો
- જાતીય હુમલો (સંમતિ વિના કામુક રીતે કોઈને સ્પર્શ કરવો)
- કોઈ વ્યક્તિની સંમતિ વિના જાતીય પ્રવૃત્તિમાં તેને સામેલ કરવી
- 'સ્ટીલ્ધિંગ' (સેક્સ દરમિયાન અન્ય વ્યક્તિની જાણ બહાર કૉન્ડમ કાઢી નાંખવું)
- સેક્સ દરમિયાન અન્ય પાત્રની સંમતિ વિના તેમનું ગળું દબાવવું, થપ્પડ મારવો અથવા તેના પર થૂંકવું
- 'સેક્સ ફૉર રૅન્ટ' (જાતીય પ્રવૃત્તિના બદલામાં શોષણકારક પ્રસ્તાવ મૂકવા અથવા રહેઠાણમાં રહેવાની ઑફર કરવી)
- જાતીય શોષણ (તમારા કે અન્ય વ્યક્તિના લાભ માટે કોઈ વ્યક્તિ પાસે સેક્સની ક્રિયા કરાવવી)
- સેક્સ માટે કોઈને તૈયાર કરવું
- જાતીય સંતોષ માટે કોઈ વ્યક્તિની સંમતિ વિના ખાનગીમાં તેને નિહાળવી
ઘરેલુ હિંસા
- અંકુશકારક અથવા ધાકધમકીભર્યું વર્તન (શક્તિ કે નિયંત્રણ બતાવવા માટેના વર્તનની ઈરાદાપૂર્વકની પૅટર્ન)
- શારીરિક દુર્વ્યવહાર (દાખલા તરીકે કોઈને મુક્કો મારવો કે લાત મારવી અથવા તેમને આ પ્રકારના વર્તનની ધમકી આપવી)
- જાતીય દુર્વ્યવહાર (દાખલા તરીકે બળાત્કાર અથવા જાતીય હુમલો, અથવા કોઈને આ પ્રકારના વર્તનની ધમકી આપવી)
- શાબ્દિક, ભાવનાત્મક અથવા મનોવૈજ્ઞાનિક દુર્વ્યવહાર (જેમ કે બેઈજ્જતી કરવી, અથવા અપમાનજનક, ધમકીભરી કે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવો)
- સ્ટૉકિંગ (કોઈ વ્યક્તિના ફોન પર નજર રાખવા અથવા તેમના હલનચલન પર નજર રાખવા સહિત)
- આર્થિક દુર્વ્યવહાર (જેમ કે કોઈનાં નાણાંનો દુરુપયોગ કરવો અથવા નાણાં સુધી કોઈની પહોંચને નિયંત્રિત કરવી)
- ટેકનૉલજિ દ્વારા કરાતો દુર્વ્યવહાર (જેમ કે કોઈ વ્યક્તિ વિશે તેમના કે અન્યના સોશિયલ મીડિયા પર ખોટી કે ખરાબ આશય સાથેની માહિતી મૂકવી અથવા સાઇબર સ્ટૉકિંગ કે સતામણી)
દુર્વ્યવહારનાં અન્ય સ્વરૂપો
- તથાકથિત 'સન્માન'-આધારિત દુર્વ્યવહાર (કુટુંબના અથવા સમાજના તથાકથિત 'સન્માન'ના નામે કરાતાં હાનિકારક કામો)
- સ્ત્રી જનનાંગ વિચ્છેદ - એવી કાર્યપ્રણાલી જેમાં સ્ત્રીનાં જનનાંગો ઈરાદાપૂર્વક કાપવામાં આવે છે, તેમને ઈજા પહોંચાડવામાં આવે છે કે ફેરફાર કરવામાં આવે છે, પરંતુ આમ કરવાનું કોઈ તબીબી કારણ હોતું નથી
- બળજબરીથી લગ્ન (જેમાં કોઈ વ્યક્તિએ પોતાની મરજી વિરુદ્ધ લગ્ન કરવાની જરૂર પડે છે)
- આધુનિક ગુલામી (બળ, દબાણ, કમજોરીના દુરુપયોગ, છળકપટ કે શોષણના હેતુઓ માટેની અન્ય રીતોના ઉપયોગ દ્વારા બાળકો, સ્ત્રીઓ અથવા પુરુષોની ભરતી, હેરફેર, તેમને રાખવા કે તેમને મેળવવા
- સ્પાઇકિંગ (જ્યારે કોઈ વ્યક્તિ અન્યના ડ્રિંકમાં અથવા તેમના શરીરમાં તેમની જાણકારી અને/અથવા સંમતિ વિના આલ્કોહૉલ અથવા ડ્રગ્ઝ ભેળવે)
Support Organisations by Supported Language
દુર્વ્યવહાર અટકાવવામાં કઈ રીતે સહાયતા કરવી
હસ્તક્ષેપ નાટ્યાત્મક અથવા અથડામણ સાથેનો હોય તે જરૂરી નથી. સ્વીકાર (ઓળખ કરવા) અને સહાયતાનાં નાના કૃત્યો પણ દુર્વ્યવહાર અટકાવવામાં મદદ કરી શકે છે.
તમને સુરક્ષિત રીતે પગલું ભરવામાં મદદ કરવા માટેની ચાર સરળ રીતો આ પ્રમાણે છે.
કંઈક કહો.
શું ચાલી રહ્યું છે તે વિશે તમે તમારી નારાજગી દર્શાવી શકો છો, દાખલા તરીકે, હસીને નહિ અને એમ કહીને કે 'મને આ હસવા જેવું લાગતું નથી'. અથવા તમે વધુ પ્રત્યક્ષ થઈ શકો છો, જો તેમ કરવું તમને સુરક્ષિત લાગે, એમ કહીને કે તે અસ્વીકાર્ય છે અને તેઓને અટકવાનું કહો.
કોઈને કહો.
તમે કોઈ હવાલો સંભાળતી વ્યક્તિને કહી શકો છો, જેમ કે તમે પબ કે ક્લબમાં હો તો બાર સ્ટાફ, નોકરી પર હો તો માનવ સંસાધન (HR), અથવા જો તમે જાહેર પરિવહનમાં હો તો ટ્રેનના ગાર્ડ કે બસ ડ્રાઇવરને કહી શકો છો. તમે જનતાના કોઈ અન્ય સભ્ય અથવા રાહદારીને પણ કહી શકો છો અને તેઓ મદદ કરવા માટે તૈયાર છે કે કેમ તે જોઈ શકો છો - સહયોગ સાધવો એ હસ્તક્ષેપ કરવાનો વધુ સુરક્ષિત, વધુ અસરકારક માર્ગ હોઈ શકે છે. પીડિત વ્યક્તિને એ પૂછી જોવું જરૂરી છે કે તેઓ કોને જણાવવા માંગે છે, અથવા તેઓ પોલીસને બોલાવવા માંગે છે કે કેમ.
સહાયતાનો પ્રસ્તાવ આપો.
તમે પીડિત વ્યક્તિને પૂછી શકો છો કે તેઓ ઠીક છે કે કેમ. જે કંઈ પણ થઈ રહ્યું હોય તે તમે તમારા ફોન પર રેકર્ડ કરી શકો છો અને તેમને પૂછી શકો છો કે ઘટનાની નોંધ કરાવવા માટે તમને તેની ફૂટેજ જોઈએ છે કે કેમ અને તમે તેની નોંધ કરાવવા માટે સહાયતાનો પ્રસ્તાવ આપી શકો છો. તમે સહાયતા આપી રહેલા અન્ય લોકોને પણ સમર્થન આપી શકો છો. જો તે તમે જેને જાણતા હો એવી કોઈ વ્યક્તિ હોય તો જ્યારે તેઓ એકલા હોય ત્યારે તેઓની સ્થિતિ અંગે તપાસ કરો અને જો તેઓ ઇચ્છતા હોય તો બનાવની નોંધ માટે તેઓને મદદ કે સહાયતાનો પ્રસ્તાવ કરો. જો તમને એવું લાગતું હોય કે તેઓ દુર્વ્યવહારવાળા સંબંધમાં છે તો તમે શું કરી શકો તે અંગે નિષ્ણાતની સલાહ મળી શકે છે અને ઑનલાઇન સહાયતા ઉપલબ્ધ છે અથવા નૅશનલ ડૉમેસ્ટિક અબ્યૂઝ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો.
એક નવો વળાંક પૂરો પાડવો.
ક્યારેક જે તે ક્ષણે ઉત્તમ બાબત એ જે થઈ રહ્યું હોય તેને ખોરવવા માટે ધ્યાન બીજે દોરવું અને જેને નિશાન બનાવવામાં આવી રહી હોય એવી વ્યક્તિને દૂર જવાની તક આપવી અને જે થઈ રહ્યું હોય તેમાં વિલંબ કરીને સહાયતા મેળવવા માટે અન્ય લોકો માટે તક ઊભી કરવી એ હોઈ શકે છે. તમે પીડિત વ્યક્તિ સાથે વાતચીત શરૂ કરી શકો છો. તમે દિશાઓ વિશે પૂછી શકો છો અથવા બસમાં હવે પછીનું સ્ટૉપ કયું છે તે પૂછી શકો છો અથવા તમે તેમને જાણો છો એવો દેખાવ કરી શકો છો. જો તમે નોકરી પર હો તો સંબંધિત ન હોય એવા કાર્ય વિશે તેમની સાથે વાત કરવા માટે તમે એક બહાનું બનાવી શકો છો. તમે નજીકમાં કોઈ વસ્તુ પાડવાનો અથવા કોઈ અન્ય નજીવું વ્યવધાન ઊભું કરવાનો પણ પ્રયત્ન કરી શકો છો.